મહેસાણા જિલ્લામાં પાંચ વર્ષ દરમિયાન ઝડપાયેલા ઈસમોને SOGદ્વારા ફરી આવો ગુન્હો ન આચરે તે માટે સમજણ અપાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન NDPS લગતા ઢગલા બંધ કેસ સામે આવ્યા હતાં.જેમા વીતેલા વર્ષ દરમિયાન ડ્રગ્સ,ચરસ, પોષડોડા જેવા નશીલા પદાર્થો સાથે ઝડપાયેલા અને જામીન પર છૂટેલા તેમજ નિર્દોષ છૂટેલા ઇસમોને મહેસાણા એસઓજી ટીમે પોતાની ઓફિસે બોલાવી ફરી આવા ગુન્હા ને અંજામ ન આપે તે માટે સમજણ આપવામાં આવી હતી.મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નાર્કોટિક્સ (NDPS)નશીલા પદાર્થોમાં સડોવાયલ અને આવા ગુન્હામાં ઝડપાયેલા ઈસમો જે ગુનો કર્યા બાદ જામીન ઉપર છૂટેલા હોય તેવા અને નિર્દોષ છૂટ્યા હોય તેવા ઈસમો ફરીથી આવા ગંભીર ગુનાઓ ન આચરે તે માટે તેઓ પર એસઓજી ટીમ દ્વારા સર્વેલન્સ રાખવા તેમજ તેમના ગુનાનો પૂર્વ ઇતિહાસ,પરિવાર,સગા સબંધીઓ થતા મિત્રો ની માહિતી મેળવવા મહેસાણા એસઓજી ટીમે આવા આરોપીઓના દિઝીયર્સ ભરવાની કામગીરી કરવામાં આવી હતી

આજે મહેસાણા એસઓજી ઓફિસ ખાતે આવા કેસમાં સડોવાયલ કુલ 55 જેટલા ઈસમોને બોલાવવામાં આવ્યા હતા.અને આવા ઇસમોને પોલીસ અધિક્ષક અને મહેસાણા એસઓજી ટીમ મારફતે આ ઇસમોને NDPSના ગુન્હા બાબતે નશો નહિ કરવા,સહિતના જરૂરી સૂચનો કરી જાગૃતતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.અને આ નશીલા પદાર્થ સમાજ અને યુવા ધનને કરતા નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી.તેમજ આવા ગુન્હા ફરી ન આચરે તે માટે સૂચના આપવામાં આવી હતી.મહેસાણા એસઓજી ટીમે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નાર્કોટિક્સના ગુન્હામાં પકડાયેલા કુલ 74 ઈસમો પર હાલમાં સર્વેલન્સ રાખી અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.