મહેસાણા પાલિકા હસ્તકના કેમેરા બંધ :CCTV શોભાના ગાંઠિયા સમાન બન્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખ શાંતિ અને સુવિધા માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે.ત્યારે સુરક્ષાની સેવાના ભાગ રૂપે પાલિકા હસ્તકના અનેક સીસીટીવી કેમેરા સિસ્ટમ ૂબંધહાલતમાં બિન ઉપયોગી બની રહી છે.ત્યારે તાજેતરમાં મહેસાણાના અરવિંદ બાગમાં આધેડની હત્યા ની ઘટના બાદ છેલ્લા ઘણા વર્ષથી બંધ પડેલા સીસીટીવી ચાલુ કરાવવા પાલિકા તંત્ર દ્વારા ટેન્ડર કરવાનું યાદ આવ્યું હતું.મહેસાણા નગરપાલિકા હસ્તકની મિલ્કતઓમાં સુરક્ષા વ્યવસ્થા માટે પાલિકા કચેરી,બિલાડી બાગ,અરવિંદ બાગ,અને પરા તળાવ,સહિતના સ્થળોએ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા જોકે છેલ્લા ઘણા વર્ષથી તમામ cctv કેમેરા બંધ હાલતમાં પડી રહ્યા હોવાની વિગતો સામે આવી છે.

cctv કેમેરા મામલે મળતી માહિતી પ્રમાણે પાલિકા દ્વારા લગાવવામાં આવેલા cctv કેમેરામાં ક્યાંક માત્ર કેમેરા ના પિકચર્સ લાગેલા છે તો ક્યાંક હાર્ડ ડિસ્ક અને સ્ક્રીન વગરના dvr થી cctv સિક્યુરિટી સિસ્ટમ માત્ર શોભના ગાંઠિયા સમાન રહી છે. તાજેતરમાં અરવિંદ બાગમાં એક આધેડની હત્યાની ઘટના સામે આવી હતી.જેમાં પોલીસે પણ પોતાની રીતે તપાસનો દોર શરૂ કર્યો છે.જોકે બાગના કેમેરા બંધ હોવાનું જાણવા મળતા અંદર બહાર આવનાર વ્યક્તિ અંગે વિગતો મળી શકી નહોતી. જોકે હાલમાં આ બેદરકારી મામલે પાલિકા તંત્ર હવે જાગતા cctv કેમેરા ચાલુ કરી ફરી મેન્ટનન્સ કરવા માટે ટેન્ડર કરવાનું યાદ આવતા પાલિકા હસ્તકની તમામ cctv સિસ્ટમ ચાલુ કરી મેન્ટનન્સ માટે ટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.