કડીના ખાવડ સીમમાં માઇનોર કેનાલમાંથી ચાદરમાં બાંધેલી લાશ મળી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ખાવડ સીમમા પસાર થતી માઈનોર નર્મદા કેનાલમાંથી ચાદરમાં વીંટાળીને ફેંકેલી એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી પામી હતી. માઇનોર કેનાલ ઉપર ગેટ કીપર તરીકે નોકરી કરતા યુવાને લાશને જોતા બાવલુ પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. જ્યાં ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને પીએમ અર્થે અમદાવાદ ખાતે મોકલી આપીને કાર્યવાહી હાથ ધરી હતી.કડી તાલુકા તેમજ શહેરની અંદર 50 કિલોમીટરથી વધારે નર્મદા કેનાલનો ભાગ આવેલો છે. જ્યાં અનેક વખત લાશો મળી આવવાની ઘટના સામે આવે છે. ત્યાં ફરી એકવાર એક બિનવારસી મહિલાની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. કડી તાલુકાના ડરણ ગામે રહેતા વાલુભાઇ રબારી પોતે ખાવડ ગામની સીમા પસાર થતી માઇનોર કેનાલ ઉપર ગેટકીપર તરીકે છેલ્લા દસ વર્ષથી નોકરી કરી રહ્યા છે. વાલુભાઇ રબારી નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ઉપર આવ્યા હતા. જ્યાં માઇનોર કેનાલના સાયફન ગેટ પાસે એક પોટલામાં કંઈક તરતું જોવા મળ્યું હતું. જ્યાં તુરંત જ તેઓએ બાવલુ પોલીસ મથકમાં જાણ કરી હતી.

વાલુભાઇ રબારીએ માઇનોર કેનાલમાં આછા વાદળી કલરની ચાદરનું પોટલું પાણીમાં તરતું જોઈને બાવલુ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં તરતા પોટલાને બહાર કાઢવાની તજવીજ કરતા ચાદરના પોટલામાં વીંટાયેલી એક મહિલાની લાશ જોવા મળતા પોલીસ સ્થભ થઈ ગઈ હતી.તરવૈયાઓએ મહિલાની લાશને બહાર કાઢી હતી. જ્યાં પોલીસે દુર્ગંધ મારતી મહિલાની લાશ જોતા લાશની ઉપરથી ચામડી પણ ઉખડી ગયેલી હતી. તેમજ હાડકા દેખાતા હતા. મહિલાના પરિવારજનોની પોલીસે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડે સુધી મહિલાના વાલી વારસનો સંપર્ક ન થતા પોલીસે લાશનો કબજો મેળવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ પરિવારની શોધ ખોળ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.