કોરોનાએ કરી નાખ્યું

રસમાધુરી
રસમાધુરી

તેથી તો આપણને સૌને અત્ર તત્ર અને સર્વત્ર સાંભળવા મળ્યું.ઘરમાં રહો અને સલામત રહો.. એટલે કે કામ વગર બહાર રખડશો નહીં. બહાર કામ વગર ગયા અને કોરોના એ કુંડાળામાં આવી ગયા તો..દાદુ-કાદુ-તમારી પર કોરોનાનો જાદુ ચડી જવાનો..જાે લખ્ખણો પાવરફુલ મળ્યા તો હોસ્પિટલ ભેગો અને આ રીતે પાવરફુલ લક્ષણો, લખ્ખણો ધરાવનારાને વળી સંબંધોનું સુખ પણ નથી મળતું..લો બોલો, કોરોનાની આવી તો જબરદસ્ત મળ્યા મંડાણી છે..
લગ્ન વખતે સપ્તપદીના ચાર કે સાત ફેરા ફરતાં જીવનભર સાથે રહેવાના કોલ આપવામાં આવ્યા હોય પણ આ કોરોનાએ તો હદ જ કરી દીધી. પતિને કોરોના થયો તો પત્ની સાક્ષાત સેવા કરી શકતી નથી કે પત્નીને કોરોના થયો તો પતિને ફરજીયાત પરાણે આઘા રહેવું પડે છે. ડાર્લીંગથી દુર ઘરમાં.. કોરોનાએ આ પ્રકારના સંબંધોની રચના કરી છે. બસમનવા એકલા રહેવાનું અને એકલા જ સહન કરવાનું થોકબંધ સગાં હોય પણ કોરોના થયો એટલે બસ એકલા..
ચોંકાવનારી વાત કહો કે નવાઈની વાત પણ દુનિયાભરના તમામ રોગોની એક યા બીજી રીતે એની દવા રસી શોધી કાઢવામાં આવી છે.ટીબી હોય કે કેન્સર હોય, હડકવા હોય કે મેલેરીયા..એની એક ચોક્કસ રસી છે પણ આ કોરોના…તોબા તોબા અને હાય..હાય..એની નથી એકઝેટલી દવા કે રસી..રોજ છાપામાં આવે છે કે નવેમ્બરમાં રસી બજારમાં આવશે કે પછી સવાલ થાય છે ત્યાં સુધી શું કોરોનાની બીકમાં સબડયા કરવાનું, ફફડયા કરવાનું ?
કોરોનાએ તો લોકોને ત્યાં સુધી ગાંડા કરી નાખ્યા છે કે મને કોરોના થઈ જશે તો..સરવે કરવામાં આવે તો દસમાંથી નવ જણા જરૂરથી આવે. જરા વિચારો.. કોરોના ગમે તેમાં ઘુસે એમ નથી શરત માત્ર એટલી કે સાવધાન રહો… કોરોના તમારાથી આઘો રહેશે..એક તારણ વળી એમ પણ સુચવે છે ઘરડા અમુક વય પછીનાઓને કોરોના ઝટ અસર કરે છે. પણ નગ્ન સત્ય એ છે કે કોરોના માત્ર ઘરડાને ચપેટમાં લે છે પણ ના એની ઝપટે યુવાનો પણ આવી જાય છે.
કોરોનાનો વાઈરસ જાણે કે એમ કહેતા હશે, હું મહામાનવ સંપન્ન એવા અમિતાભને ઝાલી શકે છે તો દેશના અન્ય સામાન્ય માનવીનું શું ? કહેવાનો અર્થ એટલો જ કે કોરોના માત્ર વૃદ્ધોને ચક્કરમાં લાવે છે એવું નથી પણ એ તો ગમે તેને ચપેટમાં લઈ શકે છે.કોરોનાનો વિકરાળ ચહેરો સામે જયારે આવી ગયો છે ત્યારે સાવધ રહો તમને કહે છે..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.