ખેરાલુના મછાવા ગામે રથનું લોકોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. મોદીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના મછાવા ગામે પૂર્વ સરપંચ ચૌધરી દલસંગભાઈ અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામ લોકોએ ઉત્સાહભેર વધાવી હતી.પૂર્વ સરપંચ એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2047 માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે સંકલ્પયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર તમારા આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે, એમ જણાવી તેમણે વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.


ઉપસ્થિત લોકોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામા આવ્યા હતા તેમજ ગ્રામ પંચાયને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાતો ‘મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ રજુ કરી હતી.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી. શાળાના બાળકોએ પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, ધરતી કહે પુકાર કે થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. શાળાના બાળકોને પણ વિવિધ પ્રમાણપત્ર અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. હેલ્થ કેમ્પ સહિત વિવિધ વિભાગોના યોજનાકિય માહિતીસભર સ્ટોલો લગાવવામાં આવ્યા હતા.સૌ ગ્રામજનોએ હેલ્થ ચેકપ તેમજ સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી. મહાનુભાવો દ્વારા સફળ મહિલા રમતવીર વિદ્યાર્થી લોકલ આર્ટિસ્ટ નું સન્માન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.