કડીના થોળ રોડ ઉપરથી ડાલામાં ક્રૂરતાપૂર્વક ખીચો ખીચ ભરીને લઈ જવાતા 11 પાડાઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા

મહેસાણા
મહેસાણા

કડી શહેરના થોળ રોડ ઉપર આવેલા દશામાના મંદિર નજીક ક્રૂરતાપૂર્વક ડાલામાં લઈ જવાતા પશુઓને જીવ દયા પ્રેમીઓએ બચાવ્યા હતા. જ્યારે ઉપર આવેલી હોટલ ઉપર જીવદયા મિત્રો બેઠા હતા. ત્યા. ડાલુ અંડબ્રિજમાંથી શંકાસ્પદ રીતે જઈ રહ્યું હતું. જ્યાં તેનો પૂછો કરીને ડાલાને રોકીને ડાલામાં તપાસ કરતા ખીચોખીચ ક્રુરતાપૂર્વક ભરેલા 11 પાડાઓને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.કડી તાલુકાના બોરીસણા ગામના સંદીપ બારોટ પોતાના જીવદયા મિત્રો સાથે થોળ રોડ ઉપર આવેલા જય માતાજી હોટલ ઉપર બેસેલા હતા. જે દરમિયાન થોળ રોડ ઉપર આવેલા અંડરબ્રિજમાંથી અશોક લેલન કંપનીનું બડા દોસ્ત ડાલુ થોળ રોડ તરફ જઈ રહ્યું હતું અને જે શંકાસ્પદ લાગતા સંદીપ બારોટ સહિત જીવદયા પ્રેમીઓએ બાઈક તેમજ એક્ટીવા લઈને ડાલાનો પીછો કર્યો હતો. થોળ રોડ ઉપર આવેલા દશામાના મંદિર નજીક ડાલાને રોકીને ડાલાની તપાસ કરતા ક્રૂરતાપૂર્વક ખેંચો ખીચ ભરેલ પાડા જોવા મળ્યા હતા.


થોળ રોડ ઉપર દશામાના મંદિર નજીક ક્રૂરતાપૂર્વક ભરેલા પાડાઓ મળી આવ્યા હતા. જ્યાં ઘટનાને લઇ જીવદયા પ્રેમીઓએ કડી પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. ડાલા નંબર GJ 27 TD 7427નો પોલીસે કબજો મેળવી ડાલામાં બેઠેલા શેખ મોહમ્મદ સાજીદ ઉસ્માનભાઈ (રહે. બેહેરામપુરા અમદાવાદ) અને શેખ અરબાજભાઈ જાફરભાઈ (રહે બહેમપુરા અમદાવાદ)ની અટક કરી ડાલુ અને ડાલામાં ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા ન કરેલો અને ખીચોખીચ કુરર્તાપૂર્વક ભરેલા 11 ભેંસોના પાડાનું કબજો મેળવીને કડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમની કડક હાથે પૂછતાછ કરતા 11 પાડા કરી જાસલપુર રોડ ઉપર રહેતો કુરેશી મહેબુબભાઇ ચાંદભાઈ પાસેથી લાવ્યા હતા.જે અમદાવાદ ખાતે રહેતો વસીમ શેખને આપવાના હતા. જેવી કબૂલાત કરી હતી જ્યાં પોલીસે બંનેની પકડ કરી જેલના હવાલે ધકેલા હતા અને 4 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમજ પોલીસે 2 લાખ 55 હજારનો મુદ્દામાલ કબજે કરી 11 પશુઓને અમદાવાદ પાંજરાપોળ ખાતે મોકલી આપી કાર્યવાહી કરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.