ઊંઝા કેળવણી મંડળ દ્વારા પારિતોષિક વિતરણ કાર્યકમ યોજાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા કેળવણી મંડળ સંચાલિત બધી સંસ્થાઓનો સંયુક્ત ઈનામ વિતરણ કાર્યક્રમ કેમ્પસના મલ્ટિપર્પઝ હૉલમાં યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, ઉદઘાટક તરીકે બીબીએ કૉલેજના દાતા તથા ઊંઝાના પ્રતિષ્ઠિત એન.આર.આઈ કે.એસ.પટેલ, અતિથિવિશેષ તરીકે એસ.નાઇન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રકાન્તભાઈ પટેલ તથા એન.આર.આઉ કાજલબેન પટેલ તેમજ કેળવણી મંડળના સર્વે હોદ્દેદારઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બી.પી.બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમ.એચ.ગુરુ કોમર્સ કૉલેજના આચાર્ય ડૉ.રાકેશ રાવે મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તો આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના અંગ્રેજી વિષયના અધ્યાપક પ્રો.મહેશભાઇ જાનીએ ઊંઝા કેળવણી મંડળ અને ચંદ્રકો અંગેની માહિતી આપી હતી.

આ પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં એસ.એસ.સી.ના ૦૩, એચ.એસ.સી.૦૩ સામાન્ય અને સાયન્સના ૦૬, એલ.એલ.બી અને એલ.એલ.ના ૦૬, બી.એ. એમ.એ. ના ૦૬, બી.કોમ એમ.કોમ ૦૬, અંગ્રેજી મીડિયમના ૦૬ અને બી.કોમ એમ.કોમ ગુજરાતી મીડિયમના ૦૬ અને બી.બી.એ ના ૦૩ મળી કુલ ૩૬ વિદ્યાર્થીઓને પારિતોષિકો અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના બીજરૂપ વકતા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. અને ઈનામપ્રાપ્ત સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.અમૃતભાઈ જાદવ અને પ્રો.મહેશભાઇ જાનીએ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સહમંત્રી હર્ષદભાઈ મોદીએ કરી હતી. આ કાર્યક્રમમાં કેમ્પસની બધી સંસ્થાઓના શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.