મહેસાણામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા એસઓજી ટીમે બાતમી આધારે તાલુકા પોલીસ હદમાં આવતા રાધનપુર રોડ પરની શિવાલા સોસાયટીમાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડી પાંચ જુગારીઓને કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં સંડોવાયેલા ફરાર આરોપીને ઝડપવા તજવીજ આદરી છે.


મહેસાણા એસઓજી ટીમના માણસો મહેસાણા તાલુકા પોલીસ હદમાં આવતા રાધનપુર રોડ પર તપાસ મા હતા એ દરમિયાન બાતમી મળી હતી કે રાધનપુર રોડ પર રંગોલી પાન પાર્લર પાસે આવેલ શિવાલા સોસાયટીમાં રહેતી ઝાલા રંગુબેન અદુભા અને ઝાલા અદુભા પોતાના અંગત ફાયદા માટે પોતાના મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે ટીમે શિવાલ સોસાયટીમાં અવેલા મકાનમાં દરોડા પાડી પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા. જોકે અન્ય જુગારીઓ પોલીસને જોઈ ભાગી ગયા હતા.તપાસ દરમિયાન જુગારીઓ પ્લાસ્ટિકના કોઈન વડે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 350 રોકડા, મોબાઈલ 4 કિંમત 20,500,એક્ટિવા 2 કિંમત 60,000 એક બાઈક કિંમત 25,000 મળી કુલ 1,05,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.