કડી શહેરને જોડતો રોડ ચાલુ રાખવા IRFC ડિરેક્ટરને રહીશોએ રજૂઆત કરી

મહેસાણા
મહેસાણા

કડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી રેલ્વે બંધ હાલતમાં હતી. હવે જે ફરીથી ચાલુ થવા જઈ રહી છે અને તેના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામકાજ પુરઝડપે ચાલી રહ્યું છે. બેચરાજીથી અમદાવાદ સુધી રેલવે ચાલુ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડી રહી હતી. જ્યાં થોડાક વર્ષો અગાઉ જ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરીને નવા રેલવેના પાટા તેમજ અનેક રેલવે સ્ટેશનનું નવીનીકરણ શરૂ થઈ ગયું છે.કરોડો રૂપિયાના ખર્ચે કડી રેલવે સ્ટેશનનુ નવીનીકરણ થઈ રહ્યું છે. જેમાં જકાતનાકાથી એમ એમ પટેલ( સાહેબ) રોડથી કડી નગરને જોડતો રોડ બંધ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કડીમાં નવીનીકરણ રેલવે સ્ટેશનનું થઈ રહ્યું છે ત્યારે એમ એમ પટેલ માર્ગથી કડી નગરને જોડતો રોડ બંધ થવાની રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી.


માણેકલાલ એમ પટેલ માર્ગથી કડી નગરને જોડતો રોડ રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે આ રોડ બંધ થતો જોવાતા રહીશોને ઘણી તકલીફ પડશે. જે અનુસંધાને આજુબાજુ વિસ્તારના રહેતા રહીશું તેમજ વેપારીઓ દ્વારા કડી સર્વ વિદ્યાલયના ચેરમેન અને IRFCના ડિરેક્ટર વલ્લભભાઈ એમ પટેલને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં પગ દંડી અને ટુ-વ્હીલરને જુનો રસ્તો ચાલુ રાખવા માટે માગણી કરવામાં આવેલી હતી. જો આ રસ્તો બંધ થશે તો, કડી સર્વ વિદ્યાલયમાં ભણતા હજારો વિદ્યાર્થીઓ તેમજ વ્યાપારીઓ તેમજ રહીશોને ભારે તકલીફ પડશે. જે જૂનો રસ્તો બંધ ન કરવા માટે રહીશો દ્વારા રજૂઆત કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.