ઉંઝા નગરપાલિકામાં વિસ્તારમાં લાગશે સોલાર પ્લાન્ટ કાર્યરત થશે

મહેસાણા
મહેસાણા

સમગ્ર ઉત્તર ગુજરાતની એકમાત્ર ISO સર્ટિફાઇડ ઊંઝા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલના નેતૃત્વમાં શહેરના સર્વાંગી વિકાસ માટે એક પછી એક મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે પાલિકા પર પડતા વીજ બિલના આર્થિક બોજાને ઓછો કરવા માટે ઘણા સમયથી મંજૂર થયેલી ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં સોલર પ્લાન્ટ લગાવવા માટેના સર્વેની કામગીરી પૂર્ણ થતાં હવે સોલાર પેનલો લગાવવા પાલિકાના સક્રિય પ્રયત્નોથી જી યુ ડી સી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.સરકાર દ્વારા નગરપાલિકાઓમાં સોલાર પેનલ લગાવવા માટેની મંજૂરી અપાઈ હતી. જેના સંદર્ભમાં જી.યુ.ડી.સી(GUDC) દ્વારા ઊંઝા નગરપાલિકા વિસ્તારમાં પણ સોલાર પ્લાન્ટ માટે ઘણા સમયથી મંજૂર થયેલી સર્વેની કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવી છે. સોલાર પ્લાન્ટ લાગવાથી નગર પાલિકાનું વીજબિલનું આર્થિક ભારણ ઓછું થઈ જશે.

પાલિકા પ્રમુખ દીક્ષિત પટેલના જણાવ્યા મુજબ, જી યુ ડી સી દ્વારા સોલાર પ્લાન્ટ લગાવવામાં આવશે અને પાંચ વર્ષ સુધી તેનો મેન્ટેનન્સ ખર્ચ પણ જી યુ ડી સી ભોગવશે. નગરપાલિકા વિસ્તારમાં આશરે 814 કિલોવોટના 8 પ્લાન્ટ લાગશે. જેને કારણે આશરે વાર્ષિક 70 લાખ રૂપિયા જેટલી વીજળી ઉત્પન્ન કરી શકાશે. નગરપાલિકાને મોટો ફાયદો થશે. નગરપાલિકા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ ઝડપથી લાગે તે માટે જીયુડીસી દ્વારા ખૂબજ ઝડપથી કામગીરી થાય તે માટે નગરપાલિકા દ્વારા સક્રિય પ્રયત્નો ચાલુ હોવાનું પાલિકા પ્રમુખ દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.