ઊંઝા તાલુકાના કહોડા ગામમાં આંખોની સારવાર અંગેનો વિનામુલ્યે કેમ્પ યોજાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના કહોડા ગામમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખોની સારવાર અંગેનો વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ આંખોની તમામ બીમારીના નિષ્ણાતો હાજર રહ્યા હતા. સારવાર અંગે 700થી વધુ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં કે.ડી. હોસ્પિટલ અમદાવાદથી આવેલા ડોક્ટરોએ રજીસ્ટ્રેશન કરેલા લોકોને સારવાર કરી હતી અને નિદાન કરવામાં આવ્યું હતું. ઊંઝા તાલુકાના કહોડા ગામે આરોગ્ય કેન્દ્ર ખાતે આંખોની સારવાર માટે વિનામૂલ્યે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કહોડા તેમજ આજુબાજુ ગામના લોકોએ જેને આંખોની બીમારી હતી એમને લાભ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદ સ્થિત કે.ડી. હોસ્પિટલના CEO પાર્થભાઈ દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કહોડા ગામના પટેલ અશ્વિનભાઇ અને પટેલ શૈલેષભાઇ સહિત અગ્રણીઓએ ભેગા મળી આયોજનમાં સહભાગી બન્યા હતા. આંખોની સારવાર અર્થે અમદાવાદથી કે.ડી. હોસ્પિટલના નિષ્ણાતો હાજર રહ્યા હતા.


જેમાં કહોડા તેમજ આજુબાજુ ગામમાંથી આશરે 700 વધારે લોકોએ આંખોનુ નિદાન કરાવ્યું હતું. આવેલા તમામ લોકોને આંખો નિદાન કરવામાં આવી હતી. ઉપરાંત જે લોકોને આંખોના મોતિયા, વેલ, ઝામર જેવી બીમારી હતી. એવા દર્દીઓને સ્થળ ઉપર જ બ્લડ પ્રેસરના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેનું નિદાન કર્યું હતું. એમાં જેને પણ ઓપરેશન કરાવવાની જરૂરિયાત જણાઈ આવી હતી એમને વિનામુલ્યે અમદાવાદ કે.ડી હોસ્પિટલમાં તારીખ મુજબ ઓપેરશન કરાવી આપવામાં આવશે. કહોડા ગામના પટેલ શૈલેષભાઇ અને પટેલ અશ્વિનભાઇ સહીત અગ્રણીઓ દ્વારા ઓપરેશન સમયે દર્દીઓને મોકલવા તેમજ લાવવાની વિનામુલ્યે વાહનની સુવિધાઓ કરી આપવાની પણ વાત કરી હતી.વધુમાં દેસાઈ પાર્થભાઈ CEO કે.ડી. હોસ્પિટલ અમદાવાદ ખાતે જેઓ ફરજ બજાવે છે. જેમાં ડૉ.પાર્થ દેસાઈ જણાવ્યું હતું કે, આ વિનામૂલ્ય આંખો નિદાન કરવામાં આવશે અને જે પણ વ્યક્તિને ઓપરેશનની જરૂરિયાત જણાશે. એ લોકોને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. જેમાં આંખોને લગતી બીમારી જેવી કે, મોતિયા, ઝામર, વેલ, આંખના પડદા,આંખની કિકી જેવી તમામ બીમારીની ચોક્કસ તપાસ કરી ઓપરેશન કરી આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.