મહેસાણાના મંડાલી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમથી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.બે દિવસ અગાઉ મહેસાણા દેદીયાસણ જી.આઈ.ડી.સી મા સલ્ફર બનાવતી ફેકટરીમા રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ આજે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ મંડાલી નજીક એક ભંગરના ગોડાઉનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ મંડાલી ગામ નજીક આવેલ એક ભંગરના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ધુમાડા ના ગોટેગોટા ઉડતા જોવા મળતા આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા.જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર ની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.અને આગ બુજવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.જોકે આગ એટલી વિકરાર હતી કે ભંગાર ના ગોડાઉનમાં થી ધુમાડા ના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મદયા હતા જોકે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવા મા આવ્યો હતો.આગના કારણે ગોડાઉનમાં મોટા ભાગનો ભંગાર બળી ને ખાખ થઈ ગયો હતો તેમજ આગ ક્યાં કારણે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.


મહેસાણા તાલુકાના મંડાલી નજીક આવેલા ક્રિષ્ના સ્ક્રેપ ટ્રેડર્સના નામે કાળુજી એલ ઝાલા પ્લાસ્ટિકના ભંગારનો વેપાર ધરાવે છે ત્યારે ગોડાઉનમાં ખુલ્લામાં રહેલો પ્લાસ્ટિકનો ભંગાર મજૂરો અલગ કરી રહ્યા હતા તેવામાં કોઈક અગમ્ય કારણોસર ખૂણામાં આગ લાગતા તે આગ જોતામાં સમગ્ર પ્લાસ્ટિકના ભંગારમાં લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ભંગારના ગોડાઉનના આગળ આવેલ દુકાનોદારો તેમજ આજુબાજુમાં ભય ફેલાઈ ગયો હતો અને જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા મહેસાણા કડી તેમજ નિરમાના ફાયર બ્રિગેડો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જે દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જેમાં સ્થાનિક વેપારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે 80 ટકા જેટલો માલ બળીને ખાખ થઈ ગયો છે અને મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.