કડી આરોગ્ય વિભાગ દ્વારા બે સ્થળ ઉપર કેમ્પ યોજીને લાભાર્થીને કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી

મહેસાણા
મહેસાણા

રાજ્ય સરકાર દ્વારા પી.એમ.જે વાય કાર્ડ લાભાર્થીઓને મળી રહે તે હેતુથી કડી અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મીઓ દ્વારા કડી શહેરના બે સ્થળ ઉપર કેમ્પ યોજીને લાભાર્થીને કાર્ડ મળી રહે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શનિવારે રાત્રિ દરમિયાન આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે અને કેમ્પ યોજીને લાભાર્થીઓને સમયસર PMJY કાર્ડ મળી રહે તે હેતુથી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.છેલ્લા એક અઠવાડિયાથી કડી તાલુકા તેમજ શહેરની અંદર આરોગ્ય કર્મીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કેમ્પો યોજી તેમજ ઘરે જઈને PMJYમાં કાર્ડ નીકળવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કડી જોટાણા રોડ ઉપર થોડાક દિવસો અગાઉ તાલુકા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં કડી તાલુકાના તેમજ શહેરના આરોગ્ય કર્મીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં પી.એમ.જે.વાય કાર્ડ લાભાર્થીઓને મળી રહે તે માટે વ્યવસ્થા તેમજ કામગીરીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જે અનુસંધાને કડી શહેરના થોળ રોડ ઉપર આવેલા રાજીનગર અને સુજાતપુરા રોડ ઉપર આવેલા ચંડીગઢ વિસ્તારમાં શુક્રવારે રાત્રે આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે ફરી તેમ જ કેમ્પ યોજી લાભાર્થીઓને PMJY કાર્ડ નીકાળવામાં આવ્યા હતા


મજૂરી કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારો દિવસ દરમિયાન ઘરે હાજર હોતા નથી તેમજ સરકારી કચેરીઓ પર યોજનાથી લાભ લઇ શકતા નથી. આવા પરિવારો બીમારીના સમય સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી. જેના પરિણામે આજ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર મહેસાણા જિલ્લામાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે ફરી તેમજ શેરી, ડેરી, મંદિર જેવા જાહેર સ્થળો ઉપર રાત્રિ દરમિયાન કેમ્પ યોજીને લાભાર્થીઓને કાર્ડ નીકાળીયાલવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે રાત્રે બે સ્થળ ઉપર આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે ઘરે જઈને કાર્ડ ચલાવવામાં આવતા આ ઝુંબેશથી ખૂબ જ સારો પ્રતિભાવ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.