અંબાલાલ પટેલે કરી ભારે આગાહી, 23મી બાદ ગુજરાતમાં માવઠું પડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. જેથી ખેડુતોની ચિંતા વધી છે. ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હિમવર્ષા અને માવઠાનાં કારણે ઠંડીનો પારો ગગડશે. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્લી, હરિયાણા, પંજાબ સહિત અનેક વિસ્તારમાં માવઠું પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલથી 1 થી 2 ડીગ્રી તાપમાન ઘટી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 23 ડીસેમ્બર બાદ કરા અને ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠું પડી શકે છે. નાતાલ સુધીમાં વાતાવરણમાં મોટો પરિવર્તન આવશે. ગુજરાતમાં ડિસેમ્બરનાં અંતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.