કોરોના સામે લડવા હોસ્પિટલ સજ્જ: સિવિલ હોસ્પિટલના બેડથી લઈ વેન્ટિલેટર અને કોરોના વોર્ડ પણ તૈયાર

મહેસાણા
મહેસાણા

વિશ્વના ઘણા બધા દેશોમાં કોરોનાનો સબ વેરિયન્ટ JN.1એ ફરીથી માથું ઉચકતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં ભારત તેમજ ગુજરાતમાં પણ તેના વાયરસના દર્દીઓ સામે આવતા ગુજરાત તેમજ દેશનું આરોગ્ય તંત્ર સજજ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલનું આરોગ્ય તંત્ર સર્જ થઈ ગયું છે અને 25થી પણ વધુ બેડોની સુવિધાઓ કરી દીધી છે. તેમજ આઇસીયુ વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.


ભારત દેશના કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં નવા કોરોના વાયરસના લક્ષણો સામે આવ્યા છે. કોરોનાએ ફરીથી સમગ્ર દેશમાં માથું ઊંચક્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ગઈકાલે બે કોરોના પોઝિટિવ આવતા મહેસાણા જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું હતું. કડી સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્રએ કોરોના વાયરસ ફરીથી માથું ઉચકતા કોરોના વાયરસ સામે લડવા માટે કમર કસી અગાઉથી જ તૈયારીઓ કરી દીધેલી છે. કડી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે.કડી કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની પણ તૈયારીઓ કરી દીધી છે, પરંતુ છેલ્લા 15 દિવસથી ઓક્સિજન પ્લાન્ટના વાલ બગડેલા હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે સુપ્રીન્ટેન્ડ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે પરંતુ તેના વાલ બગડેલા છે. પહેલાથી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. જમ્બો સિલિન્ડર તેમજ ઓક્સિજન પ્લાન્ટ તૈયાર જ છે સાથે હોસ્પિટલ પાસે વેન્ટિલેટરની પણ સુવિધાઓ કરી દેવામાં આવેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.