ડીસામાં તબીબને ત્યાં તસ્કરોનો હાથ ફેરો : સાડા ત્રણ લાખની રોકડની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારો વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે ત્યારે ડીસામાં હોસ્પિટલની ઉપર જ રહેતા એક તબીબના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડની ચોરી કરતા ચકચાર મચી છે.
આ ચોરીની વિગતો જોતા ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલ આકાશ હોસ્પિટલના ત્રીજા માળે રહેતા ડો. તપન કિશોરભાઈ ગાંધીને કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેઓ ઘરે પરત ફરતા ચોરી થયાનું માલુમ પડતા ઉતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગાયત્રી મન્દિર નજીક આવેલ આકાશ હોસ્પિટલમાં ડૉ. તપન ગાંધી ફરજ બજાવે છે. થોડા સમય અગાઉ તેમને કોરોના પોઝીટિવ આવતા સારવાર અર્થે અમદાવાદ સ્ટર્લિંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જોકે ત્યારબાદ તેમને રજા આપતા તેઓ ઘરે પરત ફર્યા હતા અને ૧૫ દિવસ ઘરે ક્વોરન્ટાઇન રહ્યા હતા ત્યારબાદ ૧ સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલ શરૂ કરી હતી. તે દરમિયાન ૨૯ સપ્ટેમ્બરના રોજ બેડરૂમમાં રાખેલ સાડા ત્રણ લાખ રૂપિયા મળી ના આવતા તબીબે તેમના પત્નીને પૂછ્યું હતું ત્યારે પત્ની એ જણાવ્યું કે બેડરૂમનું કબાટ ખુલ્લું હતું જે બાબતે શંકા જતા સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા એક છોકરો બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કરતો જણાઈ આવ્યો હતો આ બાબતે ડો. ગાંધીએ ઉત્તર પોલીસ મથકે ૩.૫૦ લાખની રોકડની ચોરી બાબતે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.