કેરાલાથી પરત આવેલા મહેસાણાના દેદીયાસણના બે લોકોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો

મહેસાણા
મહેસાણા

સમગ્ર દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે ત્યારે હાલમાં દેશમાં અન્ય રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે.ત્યારે મહેસાણા જિલ્લામાં કોવિડ 19 ના કેસો નું સંક્રમણ ન ફેલાય તેના માટે કેરાલામાં ફરવા ગયેલા તમામ પ્રવાસીઓ નું RTPCR ટેસ્ટ કરાવવામા આવ્યો હતો.જેમાં બે લોકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.મહેસાણા જિલ્લામાંથી કેરાલા પ્રવાસે ગયેલા તમામ પ્રવાસીઓ પરત આવતા સરકાર દ્વારા RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં કેરાલા ખાતે ગયેલા ત્રણ પ્રવાસીઓ ના RTPCR સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું પરીક્ષણ માઈક્રોબાયોલોજી લેબોરેટરી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સેમ્પલ પૈકી બે સેમ્પલ નું પરિણામ પોઝીટીવ આવ્યું હતું.

મહેસાણાના દેદીયાસણ ગામે થી કેરાલા ગયેલા 42 વર્ષીય પુરુષ અને 40 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.જેમાં બંનેને હાલમાં હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.બને દર્દીઓના સંપર્કમાં આવેલા થતા અસરગ્રસ્ત વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે સંઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.