Rakhewal | 22-09-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
અંબાજી મંદિરના મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ : સંપર્કમાં આવેલા લોકોમાં દોડધામ મચી.
પાલનપુર જિલ્લા સેવા સદન ૨ માં કોરોના સંદર્ભે ૪૨ સેમ્પલ લેવામાં આવ્યા, જેમાંથી એક પોઝિટિવ અને બીજા નેગેટિવ આવ્યા.
પાલનપુરના ગઢમાં આજથી ૧૦ દિવસનું સ્વયંભૂ લોકડાઉન, કોરોનાનું સંક્રમણ નાથવાનો ઉમદા પ્રયાસ.
ડીસામાં તબીબને ત્યાં તસ્કરોનો હાથ ફેરો, રૂ. સાડા ત્રણ લાખની રોકડની ચોરી કરી.
પાલનપુરના ખસા રોડ ઉપરથી દારૂનો નશો કરીને ફરતા એક ઈસમની ગઢ પોલીસે અટકાયત કરી.
મુડેઠાની સીમમાંથી ૫ જુગારીયા ઝડપાયા, રૂ. ૨૯,૯૦૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
સિદ્ધપુરમાં સસ્તા અનાજની દુકાને રાશન લેવા ઉભેલા વૃદ્ધ ઉપર ઝાડ પડતા કરુણ મોત : બે ઈજાગ્રસ્ત
અરવલ્લીના માલપુર અને બાયડમાં વીજકરંટથી બે લોકોના મોત, જાલમખાંટના મુવાડામાં મોટર ચાલુ કરતા કરંટ લાગ્યો અને અલવાકંપામાં મકાનની છત પરથી કરંટ નીચે ઉતરતા બની ઘટના.
સુરતમાં ૫૩ દિવસથી ભાડું ન ચુકવતા ૨૫૦ થી વધુ ધન્વંતરી રથના પૈડા થંભી ગયા.
ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયના વધુ ૨ કર્મચારી કોરોનામાં સપડાયા, કોરોના ટેસ્ટીંગ પ્રક્રિયા દરમિયાન એક ક્લાર્ક અને એક પટાવાળાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ.
રાજ્યમાં 114 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, દક્ષિણ ગુજરાતમાં નવસારીના વાંસદા અને તાપીના ઉચ્છલમાં 4-4 ઈંચ વરસાદ.
રાજકોટમાં એક સપ્તાહ બંધ રહ્યા બાદ આજે સોની બજાર ખુલ્યું, વેપારીઓ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગથી મોરબી શહેર અને જિલ્લા માટે રૂ. 97 કરોડની પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ-ખાતમૂર્હત કર્યુ.
શેરબજારના કડાકામાં ગુજરાતની કંપનીઓનો ‘વારો’ નિકળી ગયો : અદાણીથી માંડી ટોરંટ સહિતની કંપનીઓના શેરોમાં ગાબડા પડ્યા : એકથી વધુ નકારાત્મક કારણોથી શેરબજારનું મોરલ ખખડ્યું.
ભારતમાં કોરોના ‘હાંફવા’ લાગ્યો ! એક જ દિવસમાં 1 લાખ ડીસ્ચાર્જ ; ચાલુ માસના સૌથી ઓછા કેસ.
લદાખ મુદ્દે ભારત-ચીન વચ્ચે તણાવગ્રસ્ત સ્થિતિ યથાવત્, ભારત-ચીન વચ્ચે છઠ્ઠી બેઠક, MEAના અધિકારી જોડાયા.
કોંગ્રેસ સહિત વિપક્ષોએ ગૃહનો બાયકોટ કર્યો, કહ્યું- 8 સાંસદોનું સસ્પેન્શન પરત લેવા સહિત 4 માંગ પૂરી થવા સુધી બહિષ્કાર કરીશું.
વિશ્વમાં 3.12 કરોડ કેસ : ફ્રાંસમાં એક દિવસમાં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા, ન્યૂઝીલેન્ડમાં નવા કોઈ કેસ નહીં.
લંડનમાં 40 કરોડના ખર્ચે પુરીના જગન્નાથ જેવું મંદિર બનશે, 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે. દુનિયાભરના ભક્તોને ટ્રસ્ટ જોડશે.