મહેસાણાની દેદીયાસણ GIDCની કંપનીમાં આગ લાગી : 3 થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે

મહેસાણા
મહેસાણા

મહેસાણાની દેદીયાસણ જી.આઈ.ડી.સી માં મોડી સાંજે ગેટ નમ્બર બે મા આવેલી સન રાઇસ એગ્રો નામની કંપનીમાં આગ લાગી હતી. જેથી ધુમાડા ના ગોટેગોટા બહાર આવ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં તાત્કાલિક મહેસાણા પાલિકાના ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવા રવાના થઈ હતી.મહેસાણાની દેદીયાસણ જી.આઈ.ડી.સી ના ગેટ ન 2 મા આવેલ પ્લોટ નમ્બર 339-341 મા સન રાઇસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં સાંજે 8 કલાકે એકાએક આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના પાછળના ભાગે એકાએક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. જોકે તાત્કાલિક મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પાલિકા ફાયરની 3 અને એક ONGCની ફાયરની ટીમ મળી કુલ 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


મળતી માહિતી પ્રમાણે અગમ્ય કારણોસર આગ લાગી હતી. કંપનીમાં રાખવામાં આવેલ સલ્ફર સાથે આગ ભળી જતા તેની દુર્ગધ ધુમાડા સાથે બહાર આવતા સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પર સમસ્યા સર્જાય હતી. આગ બુજવવા અંદર ગયેલા ફાયર કર્મીઓની આખો અને ગળામાં પણ બળતરા થવા લાગી હતી. કંપનીમાં રહેલા સલ્ફરને કારણે ફાયર કર્મીઓને આગ બુજવવા અને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય હતી જેમાં ઓક્સિજન માસ્ક લગાવી તેઓ જીવના જોખમે કંપનીની અંદર જઈ આગ બુઝાવી હતી. જોકે 3 કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તેમજ મળતી માહિતી પ્રમાણે આગના કારણે કંપનીને પણ મોટું નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.