કડીના નંદાસણ હાઇવે પર સાઈડમાં પડેલા આઇસર સાથે બાઈક અથડાતા યુવકનું કરુણ મોત

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નંદાસણમાં રહેતો યોવક પોતાનું બાઈક લઈને વહેલી સવારે દૂધ લેવા માટે પોતાના ઘરેથી નીકળીને મહેસાણા હાઇવે રોડ ઉપર જઈ રહ્યો હતો. જે દરમિયાન નંદાસણ બ્રિજની આગળ આવેલા એસાર પેટ્રોલ પંપ સામે રોડ ઉપર પડી રહેલા આઇસર ટ્રકના પાછળના ભાગે અથડાતા સ્થળ ઉપર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઇ નંદાસણ પોલીસ આવી પહોંચી હતી અને ગુનો દાખલ કર્યો હતો.કડી તાલુકાના નંદાસણ ગામે રહેતો કુરેશી મહમદ સઈફ યાસીનભાઈ ઉંમર વર્ષ 30 પોતે નંદાસણ ચોકડી પાસે ચાની કીટલી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. જ્યારે મંગળવારે વહેલી સવારે તે પોતે પોતાની ચાની કીટલી ઉપર આવ્યો હતો. ચાની કીટલી ખોલીને પોતાનું બાઈક લઈને નંદાસણથી મહેસાણા તરફ જવાના રોડ ઉપર આવેલી સુહાગ હોટલની બાજુમાં તબેલા ઉપર દૂધ લેવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન એસ આર પેટ્રોલ પંપની સામેની બાજુએ પહોંચતા આઇસર પાછળ અથડાતા તે રોડ ઉપર પછડાયો હતો અને તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.


કડી તાલુકાના નંદાસણ ગામે રહેતો મહંમદ સઈફ કુરેશી બાઈક નંબર લઈને GJ 2 CR 5614 લઈને સુહાગ હોટલની બાજુમાં દૂધ લેવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન હાઇવે ઉપર પડી રહેલા આઇસર ટ્રક નંબર GJ 2 AT 7994ના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો અને અથડાતાની સાથે જ તે રોડ ઉપર બાઈક સાથે પટકાયો હતો. અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.જ્યાં તેને ગંભીર રીતે માથાના તેમજ અન્ય જગ્યાએ ઇજાઓ પહોંચી હતી. તેમજ તેના પરિવારજનોને જાણ કરાતા ઘટનાસ્થળે તેઓ પણ દોડી આવ્યા હતા અને નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. નંદાસણ પોલીસે આઇસર ચાલક વિરોધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.