મહેસાણામાં યોજાઈ રહેલી સ્પર્ધામાં દેશ વિદેશના 680 ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યા

મહેસાણા
મહેસાણા

સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પાંચોટ, મહેસાણા ખાતે આજરોજ મહેસાણા જિલ્લાના કલેક્ટર એમ. નાગરાજને 18મી કેડેટ સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપ 2023-24 સ્પર્ધાનું ઉદઘાટન કર્યુ હતુ. ફેન્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયાના ઉપક્રમે એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી 18મી કેડેટ સ્ટેટ ફેન્સીંગ ચેમ્પિયનશીપ 2023-24 સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે ફેન્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયાના મહામંત્રી રાજીવ મહેતા, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગરવાલ અને એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના મંત્રી ભરતજી ઠાકોર, જિલ્લા રમત વિકાસ અધિકારી મહમ્મદ અઝાજ કુરેશી, જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરીએ સ્પધામાં ભાગ લેવા આવેલ ટીમોના મેનેજર તથા કોચીઝ સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતુ.ફેન્સીંગ રમતના ઉદ્ઘાટન પ્રસંગે કલેકટર એમ.નાગરાજને જણાવ્યું હતું કે ,’મહેસાણા દરેક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે તેમ રમત ગમત ક્ષેત્ર પણ નોંધનીય પ્રદાન આપી રહ્યું છે. ક્રિકેટની જેમ ઘણી બધી રમતોમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે. ક્રિકેટની જેમ ખેલાડીઓ સારો દેખાવ કરીને નામ કમાય છે તેમ આમાંથી કેટલાક ખેલાડીઓ ફેન્સીંગ રમતના આગળ આવી નામ કમાશે ત્યારે હું ગર્વથી કહી શકીશ કે આ ખેલાડીઓ મહેસાણામાં રમીને આગળ આવ્યા છે. ખેલાડીઓને પ્રોત્સાહન આપતા કલેક્ટર શ્રી એ ધુમાં જણાવ્યું હતું કે,” જેમ ભાલાફેંકમાં નીરજજી એ નામ કમાવી આપ્યું છે, બોકસીંગમાં એમ.મેરીકોમે નામ કર્યુ છે તેમ તમે સૌ પણ ફેન્સીંગમાં તમારુ, તમારા ઘરનું, તમારા સમાજનું અને દેશનું નામ કમાવ અને આગળ વધો.


આ પ્રસંગે ફેન્સીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયાના મહામંત્રી રાજીવ મહેતા, એમેચ્યોર ફેન્સીંગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ દુર્ગેશ અગરવાલે પણ મનનીય વાતો કહી હતી. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, પાંચોટ, મહેસાણા ખાતે તારીખ 19 થી 22 ડિસેમ્બર 2023 દરમ્યાન ફેન્સીંગ ચેમ્પિયનશીપ રમાશે . જેમાં દેશમાંથી 29 રાજયોના 650 ખેલાડી ભાઈઓ-બહેનો અને ટેકનીકલ ઓફિશ્યલ, કોચ, મેનેજર અને વોલેન્ટીયર સાથે 850 જેટલા વ્યાક્તિઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 30 જેટલા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.