રાજ્યસભામાંથી સસ્પેન્ડેડ 8 સાંસદ આખી રાત ધરણાં પર બેઠા, ઘરેથી પથારી અને મચ્છરની દવા પણ મગાવી; સવારે ઉપસભાપતિ હરિવંશ તેમના માટે ચા લઈને પહોંચ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનાની વચ્ચે મોન્સૂન સત્રનો આજે 9મો દિવસ છે. આ પહેલાં સોમવારે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા વિપક્ષના આઠ સાંસદ આખી રાત ધરણાં પર બેઠા હતા. ધરણાં હજુ પણ ચાલુ જ છે. આ દરમિયાન રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તેમના માટે સવારની ચા અને નાસ્તો લઈને પહોંચ્યા.

ઉપસભાપતિ સાથે અયોગ્ય વ્યવહાર કરવાને કારણે જ આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદોએ રવિવારે કૃષિ બિલોના વિરોધમાં રાજયસભામાં હલ્લો કર્યો હતો. તેમણે સદનની રૂલબુક ફાડી હતી અને માઈકને તોડવાની કોશિશ પણ કરી હતી.

સસ્પેન્ડ થયેલા સાંસદોને સપોર્ટ કરવા માટે સોમવારે રાતે બીજા વિપક્ષોના સાંસદો પણ પહોંચ્યા હતા. ઘણા નેતાઓએ જણાવ્યું હતું કે ઈતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની છે, જ્યારે સંસદના પરિસરમાં જ આખી રાત દેખાવો ચાલ્યા હોય. જોકે વિધાનસભામાં આવું ચાલતું રહે છે.

ધરણાં પર બેઠેલા સાંસદોએ ઘરેથી તકિયાં અને બ્લેનકેટ ઉપરાંત મચ્છરને ભગાડવાની દવા પણ મગાવી હતી. ઈમર્જન્સી માટે સ્થળ પર એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તેમના બે સાથીઓ કોંગ્રેસના રિપુન બોરા અને સીપીઆઈના ઈ. કરીમને લઈને છે, કારણ કે બંનેની ઉંમર 65 વર્ષથી વધુ છે અને બંનેને ડાયાબિટીસ છે.

એક સાંસદે જણાવ્યું હતું કે વિપક્ષના નેતાઓના ઘરેથી વારાફરતી ખાવા-પીવાની ચીજો આવી રહી છે, જેથી ધરણાં પર બેઠેલા લોકોનું શુગર લેવલ ઘટે નહિ. શિવસેનાના સંજય રાઉત, એનસીપીનાં સુપ્રિયા સુલે, ડીએમકેના કનિમોઝી અને તિરુચી સિવા ધરણાં કરી રહેલા સાંસદો માટે ઈડલી લઈને પહોંચ્યાં હતાં.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.