વિસનગરની ખંડોસણ અને ઉમતા હાઇસ્કૂલ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા તરીકે જાહેર

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ખંડોસણ અને ઉમતા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળાના મૂલ્યાંકન બાદ બન્ને શાળાઓને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી છે. જેના માટે નવ મુદ્દાની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બંને સ્કૂલોમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બાળકો તેમજ ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


વિસનગર તાલુકાના ઉમતા ગામની એમ.કે.વ્યાસ અને ખંડોસણ ગામમાં આવેલ જે.કે.ચૌધરી સંસ્કાર વિદ્યાલયમાં દેણપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળા દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની ટોબેકો ફ્રી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની ગાઈડ લાઈનના 9 માપદંડો પ્રમાણે બન્ને સંસ્થાઓએ પૂરેપૂરા માર્કસ મેળવતા બન્ને સ્કુલોને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી છે.બંને સંસ્થાઓમાં મહેસાણા નેશનલ ટોબેકો સેલ અને દેણપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેમજ ભાગ લેનાર બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેણપ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડો. રૂપલબેન ઉપાધ્યાય, એમપીએચએસ એસ. એ.પટેલ સહિત બન્ને શાળાના આચાર્યો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.