કડીના બનાસકાંઠા વિસ્તારમાં રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન 642 પોલીસે જપ્ત કર્યા

મહેસાણા
મહેસાણા

કડી શહેરના કુંડાળ વિસ્તારમાં આવેલી બનાસકાંઠા સોસાયટીમાંથી પોલીસે રેડ કરીને રહેણાક મકાનમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂનો વેપલો કરતો ઈસમ રંગે હાથ ઝડપાઈ ચુક્યો હતો. પોલીસે પોલીસે તેને સળીયા પાછળ ધકેલીને ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.


કડી પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પોલીસ સ્ટાફના ચેતનકુમાર અને રાજુભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુંડાળ વિસ્તારમાં આવેલા બનાસકાંઠામાં રહેતો સંજય ગોહિલ પોતાના મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરી હતી. મકાનની તલાસી કરતા મકાનના છેલ્લા રૂમમાં વિદેશી દારૂ અને બિયરના ટીન ભરેલી પેટીઓ મળી આવી હતી. જ્યાં પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની અને બિયરના ટીન 642 જપ્ત કર્યા હતા.કડી પોલીસે બનાસકાંઠા સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ વેપાર કરતા સંજય ગોહિલની પૂછતાછ કરતા તેને જણાવ્યું હતું કે, વાઘુભા વાઘેલા નામનો ઈસમ તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો આપી ગયેલો હોવાનું જણાવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ પોલીસે રૂપિયા 92,790નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.