અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને કારતુસ સાથે ચાર ઈસમો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : ગુજરાત ઈશાન સરહદે આવેલી અમીરગઢ બોર્ડર રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી એક રિવોલ્વર અને ૩૧ જીવતા કાર્ટુસ સાથે ચાર ઈસમોને ઝડપી પડ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આપેલ સૂચનાના આધારે દરેક આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની ઝીણવટ ભરી તપાસ કરવા સારૂ અમીરગઢ પોલીસ સ્ટાફ બોડર ચેકપોસ્ટ પર રૂટિંગ ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ આસાનીથી પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરતી વર્ના કાર પર સક જતા તેને રોકાવેલ હતી. જેમાં સવાર ચાર ઇસમોને નીચે ઉતારી કારની તાપસ આદરતા તેમાં એક સેમી ઓટોમેટિક પિસ્તોલ અને ૩૧ જીવતા કાર્ટુસ મળી આવ્યા હતા. જેથી પિસ્તોલની કિંમત રૂપિયા ૨૫૦૦૦ કાર્ટુસોની કિંમત રૂપિયા ૬૨૦૦ કારની કિંમત રૂપિયા ૫૦,૦૦૦૦ અને પાંચ મોબાઈલ કિંમત રૂપિયા ૩૦,૫૦૦ આમ કુલ રૂપિયા ૫,૬૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કાયદેસરની કાર્યવાહી કરતા સહે જાદ ગ્લાઉ દિન રાજપૂત(મુસલમાન) રહે હાઉસીંગબોર્ડ લાલબહાદુર સ્ટેડિયમ બાપુનગર અમદાવાદ મૂળ રહે મુસદરપુર બુલંદ શહેર ઉત્તરપ્રદેશ, અનસ ખલીલભાઈ ખાન રહે બાપુનગર અમદાવાદ મૂળ રહે બુલંદ શહેર ઉત્તર પ્રદેશ, બિલાલ જાહિદભાઈ રાજપૂત (મુસલમાન) રહે અર્બન નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ મૂળ રહે બુલંદ શહેર ઉત્તર પ્રદેશ, મહંમદ સલીમખાન રાજપૂત (મુસલમાન) રહે અર્બન નગર હાઉસિંગ બોર્ડ અમદાવાદ મૂળ રહે બુલંદ શહેર અમદાવાદની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.