રાજસ્થાનથી સાબરમતી એક્સપ્રેસમાં સવાર યુવક-યુવતી પાસેથી વિદેશી દારૂ ભરેલી બેગ ઝડપાઈ

મહેસાણા
મહેસાણા

વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગર, થેકેદાર સહિતના મળતીયા હવે દારૂની હેરાફેરી માટે અવનવા માર્ગો આપનાવી રહ્યા છે. ત્યારે મહેસાણા રેલવે પોલીસ પણ વિદેશી દારૂની હેરાફેરી રોકવા એક્શન મોડમા આવી છે. રેલવે પોલીસે ઊંઝા સ્ટેશન ખાતે ટ્રેનમાં તપાસ દરમિયાન એક યુવતીની ટ્રોલી બેગ તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ તેની સાથે રહેલા યુવક પાસેથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. હાલમાં બને યુવક-યુવતીઓને ઝડપી રેલવે પોલીસે તપાસ આદરી છે.મહેસાણા રેલવે પોલીસના પી.આઈ એ.બી અંસારી પોતાની ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંઝા રેલવે સ્ટેશન નજીક અજાણ્યા ઈસમો વિદેશી દારૂ લઈ આવવાના છે. બાતમી આધારે પોલીસે દોલત પુરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમા ચેકિંગ કરતા ટ્રેનમાંથી યુવક-યુવતી ઊંઝા રેલવે સ્ટેશન પર બેગો સાથે ઉતર્યા હતા. જ્યાં પોલીસે પશ્ચિમ બંગાળના મોઇન હસન અને 25 વર્ષીય બિંદુ કાદલને ઝડપી લીધા હતા.


પોલીસે યુવક યુવતી પાસે રહેલી ટ્રોલી બેગો તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 31,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલમાં બુટલેગર અને ઠેકેદારો દારૂની હેરાફેરી માટે યુવનોને લાલચો આપી દારૂની હેરાફેરી કરાવી રહ્યા છે. ત્યારે ઝડપાયેલા યુવક યુવતી ટ્રેનમાં સવાર થઈ ને ઊંઝા ઉતર્યા હતા. ત્યાંથી હાઇવે મારફતે અમદાવાદમા કોઈને દારૂ ડિલિવરી કરવાના હતા. પોલીસે હાલમાં વધુ તપાસ માટે યુવક યુવતીને કોર્ટમાં રજૂ કરી ચાર એક દિવસના રિમાન્ડની માગણી કરશે ત્યારબાદ સમગ્ર હકીકત પ્રકાશમાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.