બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ : વધુ ૫૨ કેસ આવતા ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બનતી જાય છે. જ્યાં સોમવારે ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૬૧ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫૬ પહોંચ્યો છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન ગંભીર હદે વધી રહ્યું છે.જ્યાં સોમવારે ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૬૧ પહોંચી ગઈ છે. જોકે, આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં આંકડા દર્શાવવામાં આવ્યા હતા. પાલનપુર નગરપાલિકાના એક કર્મચારીને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પાલિકા દ્વારા નગરપાલિકાને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.