બંગાળમાં મોટી રેલ દુર્ઘટના ટળી, હાવડાથી મુંબઈ જતી ટ્રેનના બે ડબ્બા અલગ થઈ ગયા
બંગાળના ઉલુબેરિયા પાસે મોટી દુર્ઘટના ટળી હતી. હાવડાથી મુંબઈ જતી ટ્રેનના બે ડબ્બા અલગ થઈ ગયા. સૌથી મહત્વની વાત એ છે કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રાત્રે 9.30 વાગ્યાની આસપાસ બની હતી. હાવડા-મુંબઈ મેલ (12810)ના બે કોચ બિરશીબપુર વિસ્તારમાં અલગ થઈ ગયા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
તેમણે જણાવ્યું કે ટ્રેનની સ્પીડ ધીમી હોવાને કારણે આવું થયું. દરમિયાન, સાઉથ ઈસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી આદિત્ય ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળ્યા બાદ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.