ભારતમાં પબજી પરથી પ્રતિબંધ હટવાની શક્યતા.

Business
Business

અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ટિકટોક પર મૂકેલા પ્રતિબંધને લઈને નવો વળાંક આવ્યો છે. અમેરિકન કંપની ઓરેકલ અને વૉલમાર્ટે સંયુક્ત રીતે ટિકટોક ગ્લોબલ નામે નવી કંપની બનાવીને ટિકટોકને અમેરિકામાં પ્રતિબંધિત થતી બચાવી લીધી છે. આ કંપનીનું હેડ ક્વાર્ટર પણ અમેરિકામાં જ હશે!. બીજી તરફ, ભારત સરકારે હાલમાં જ લોકપ્રિય મોબાઈલ ગેમ પબજી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે હવે પબજી પરનો પ્રતિબંધ હટી શકે છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે ટિકટોકની મૂળ કંપની બાઈડાન્સને અમેરિકન સરકાર સાથે કરેલા એક કરારના આધારે મંજૂરી મળી ગઈ છે. ઓરેકલ અને વૉલમાર્ટે શનિવારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે આ નવી કંપનીમાં અમેરિકન રોકાણકારોને માલિકી મળશે. વૉલમાર્ટે કહ્યું હતું કે હાલ અમારી યોજના ટિકટોકમાં 7.5% હિસ્સો ખરીદવાની છે અને અમારી કંપનીના સીઈઓ ડગ મેકમિલન નવી કંપનીના પાંચ બોર્ડ મેમ્બર પૈકીના એક હશે.

ટિકટોકની મૂળ કંપની બાઈડાન્સ તેનો બાકી બચેલો 80% હિસ્સો ખરીદશે. અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, અમેરિકન યુઝર્સના ડેટાની સુરક્ષાને લઈને વ્હાઈટ હાઉસને જે શંકાઓ હતી, એનું સમાધાન થઈ ગયું છે. ટ્રમ્પે સુરક્ષાના કારણસર ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો.

ભારત સરકારે હાલમાં જ લોકપ્રિય મોબાઈલ ગેમ પબજી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે હવે પબજી પરનો પ્રતિબંધ હટી શકે છે. વાત એમ છે કે પબજી મૂળ દક્ષિણ કોરિયન કંપની બ્લૂ હોલ સ્ટુડિયોની માલિકીની છે. પબજી પર પ્રતિબંધ પછી ચીની કંપની ટેસેન્ટ સાથે બ્લૂ હૉલ સ્ટુડિયોએ પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી ખેંચી લીધી છે. આ રીતે પબજી સંપૂર્ણપણે દક્ષિણ કોરિયન કંપનીની માલિકીની બની ગઈ છે, જેથી તેના પરનો પ્રતિબંધ હટી શકે છે. આ દરમિયાન બ્લૂ હૉલ સ્ટુડિયોની એક બ્લોગપોસ્ટ પરથી માલૂમ પડ્યું છે કે આ કંપની ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાત કરી રહી છે. જોકે આ ડીલ પ્રાથમિક તબક્કામાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.