![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/12-11.jpg)
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જીડીએસ કર્મચારીઓ પડતર 5 માંગણીઓને લઈ પોસ્ટ ઓફિસે હડતાળ પર ઉતર્યા
કોઈપણ વિભાગના કર્મચારીઓ હોય પોતાની પડતર માંગણીઓને લઈ તંત્ર સામે કોઈને કોઇ પ્રકારે આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. તે મુજબ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગને લગતા કામો ખોરવાયા છે.અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પોસ્ટ વિભાગના જીડીએસ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. જેને લઈને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટ વિભાગની કામગીરી ખોરવાઈ છે. જ્યારે અરજદારોને પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
પોસ્ટ વિભાગના કર્મચારીઓએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગોને લઈ રજૂઆત કરી હતી. તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. તેમજ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં પણ જીડીએસ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આજે અમે સૌ જીડીએસ ભાઈ-બહેનો હડતાળ પર છીએ, અમારી પાંચ માંગો છે જે હજી સુધી સ્વીકારવામાં આવેલ નથી. જેમાં અમને પાંચ લાખ મેડિકલ સહાય, ગ્રેજ્યુએટી લાખની, આઠ કલાકની નોકરી આપો, બીજી મેડિકલ ફેસિલિટી તેમજ અન્ય માંગણી છે જે આપવામાં આવે.