પાટણમાં સરદાર પટેલના 73 માં નિર્વાણદિન નિમિત્તે ભાજપના કાર્યકરોએ માલ્યાર્પણ કરી શ્રદ્ધાજંલિ અર્પણ કરી

પાટણ
પાટણ

ભારતનાં લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી તેમજ દેશના 26 રાજયોને એકત્રીત કર્યા બાદ સરદારનું બિરુદ મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલનાં નિર્વાણદિવસની સમગ્ર દેશવાસીઓએ શ્રધ્ધાસુમન અર્પણ કરી તેઓને શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારે પાટણ શહેરનાં બગવાડા ચોક ખાતે પ્રસ્થાપીત કરેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જિલ્લા ભાજપ દ્વારા માલ્યાર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.


ભારતના ભાગ્યવિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામે એક સામાન્ય ખેડૂત પરીવારમાં 30 ઓકટોબર 1875ના રોજ થયો હતો. ત્યારે યુવાનકાળમાં પહેલેથી જ રાષ્ટ્રભાવનાને લઈ તેઓએ રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તે સમયે અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન દેશના દેશી રજવાડાઓને એકજ રાતમાં એકત્રીત કરી ભારતને અખંડ બનાવ્યુ હતું..ત્યારે 1947 ભારત દેશ આઝાદ થયાના ત્રણ વર્ષ બાદ એટલે કે 15 ડીસેમ્બર ઈ.સ. 1950ના રોજ સરદારનું બીરુદ પામેલ ભારતના લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલનું અવસાન થયું હતું. ત્યારે આજે તેમનાં 73 માં નિર્વાણદિન નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ તુમ અમર રહો જય સરદાર જેવા નારા લગાવી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રી કે સી પટેલ, પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ સ્મિતા બેન પટેલ, કોર્પોરેટર શૈલેષ પટેલ, ગૌરવ મોદી સહિત નગર પાલિકાના કોર્પોરેટર તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.