મોડાસા માર્કેટયાર્ડમાં મગફળી વેચવા આવેલા સાકરીયા ગામના 45 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું

અરવલ્લી
અરવલ્લી

આજકાલ હાર્ટ એટેકની ઘટનાઓ દિવસે દિવસે વધતી ગઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી વધુ એક હૃદય બંધ થવાની ઘટના બની છે.


મોડાસાના સાકરીયા ગામના સુખાભાઈ સોમાભાઈ ખાંટ નામના 45 વર્ષીય ખેડૂત ટ્રેક્ટરમાં મગફળી લઈ સાંજના સુમારે મોડાસા માર્કેટયાર્ડમાં આવ્યા હતા. જ્યાં સુખાભાઈને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમની સાથે રહેલા સંબંધી અને અન્ય ખેડૂતોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા. જ્યાં ફરજ પરના તબીબે સુખાભાઈ ખાંટને મૃત જાહેર કર્યા હતા. આમ અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના કારણે વધુ એક હૃદય બંધ થવાની ઘટના સામે આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.