અફઘાનિસ્તાનમાં ફરી આવ્યો જોરદાર ભૂકંપ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. ભૂકંપના આંચકા સવારે 7:35 કલાકે અનુભવાયા હતા. ભૂકંપને લીધે જાનહાનિના કોઈ સમાચાર નથી. આપને જણાવી દઈએ કે, ગયા મહિને પણ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં લગભગ 4 હજાર લોકો માર્યા ગયા હતા.

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા જ્યારે 9 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ભૂકંપ 6.3ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.