કોરોનાને નૉકડાઉન કરી GTUના 8865 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ 1.80 લાખથી રૂ. 10 લાખ સુધીનું જોબ પેકેજ

ગુજરાત
ગુજરાત

એક તરફ કોરોનાના વિકટ સમયગાળામાં દેશ દુનિયામાં લાખો-કરોડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે, તેવામાં રાજ્યની એક માત્ર ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુના ડિપ્લોમા- ડીગ્રી ઈજનેરી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરીંગ વિદ્યાશાખાના 8865 વિદ્યાર્થીઓએ કોરોનાને નોક ડાઉન કરીને નોકરી મેળવી છે. ઈજનેરીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષાનુ પરિણામ જાહેર થવાનુ હજી બાકી છે, ત્યારે તેમણે વાર્ષિક રૂ. 1,80,000થી રૂ. 10 લાખ સુધીનુ જોબ પેકેજ મેળવવામાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થીઓ દીવાળી પહેલાં જોબ જોઈન કરશે. જીટીયુના અમદાવાદ કેમ્પસ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત રીજનમાં આવતી કોલેજોના સીધા જ સંકલન સાથે એપ્રિલ, મે, જૂન મહીના દરમ્યાન જીટીયુનુ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈટી, પાવર સેક્ટર. ફાર્મસી સેક્ટર, કેમિકલ સેક્ટર, પેટ્રોલિયમ, મરીન એન્જિનિયરીંગ સહિતના વિવિધ સેક્ટરની 50થી વધુ કંપનીઓ તરફથી ડિપ્લોમા ઈજનેરી, ડીગ્રી ઈજનેરી તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના ફાઈનલ યરના 60થી વધુ કોલેજોના 8865 વિદ્યાર્થીઓને સારા પગાર સાથેની જોબ ઓફર કરી છે.

ડિપ્લોમા ઈજનેરીનુ સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 4,50,000 આસપાસ છે.જ્યારે ડીગ્રી ઈજનેરીનુ સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 3.50 લાખ આસપાસનુ છે.

જોબ ઓફર કરનાર કંપનીઓએ વિદ્યાર્થીઓનો કોલેજોમાં શૈક્ષણિક દેખાવ તેમજ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માટે જરૂરી અભિયોગ્યતાની ઓનલાઈન ઈન્ટરવ્યુ દ્વારા ચકાસણી કરી હતી.ઉલ્લેખનીય છે કે દેશ વિદેશની જાણીતી કંપનીઓ તરફથી જે વિદ્યાર્તીઓને જોબ ઓફર કરાઈ છે, તે વિદ્યાર્થીઓની સરેરાશ ઉમંર 20થી 22 વર્ષની આસપાસ છે.

એેમેઝોન, એસ્સાર સ્ટીલ, એચડીએફસી બેન્ક, વિપ્રો, આઈબીએમ, કોગ્નિજન્ટ, ટોરન્ટપાવર, અદાણી સોલર, ટીસીએસ, અદાણી ગેસ લિમિટેડ, ઈ ઈન્ફોચિપ્સ, હાઈ ટેક ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન નેવી, અરવિંદ લિમિટેડ, ઓસિઝ ગ્રુપ, લાર્સન એન્ડ ટુબ્રો, ઈન્ફોટેક લિમિટેડ, મરીન પાવર, ઈન્ટરનેશનલ(દુબઈ), કેનોન ઈન્ડિયા સહિતની વિવિઘ કંપનીઓએ કરી જોબ ઓફર

જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે કહ્યુ-​​​​​​​ કોવિડ-19ની વિકટ પરિસ્થિતિમાં પણ અમે જીટીયુમાં વિદ્યાર્થીઓ ઈન્ડસ્ટ્રીઝની માંગને અનુરુપ તૈયાર થાય તે પ્રકારની વધારાની ટ્રેનિંગ આઈટેબ (જીટીયુ ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ) અને કોર્સ એરા (યુએસએ) ના સહયોગથી આપી હતી. જેના કારણે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓ સારા પગાર સાથેની જોબ મેળવી શક્યા છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.