હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની અત્યાર સુધીની મોટી આગાહી

ગુજરાત
ગુજરાત

અંબાલાલ પટેલે ઠંડી માટે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 12 અને 13 ડિસેમ્બરના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી અનુભવાશે. 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વરતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે. વધુમાં અંબાલાલે કહ્યું કે, માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધઘટ થતી રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હલચલ થયા બાદ 12 ડિસેમ્બરેથી ડીપ ડિપ્રેશનની સંભવના છે. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવતા પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બનસમાં બંગાળના ઉપસગરનો ભેજ ભળી જશે. અંબાલાલે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી 14 થી 18 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ ખાબકી શકી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.