ડીસામાં ચોરીના આઠ બાઇક સાથે બે ઇસમોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે વાહન ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થતાં પોલીસ પણ સક્રિય બની છે અને રીઢા વાહન ચોરોને ઝડપી પાડવામાં નોંધપાત્ર સફળતા મળી છે જેમાં બે દીવસ અગાઉ ઉત્તર પોલીસ ની ટીમે આંતર રાજ્ય વાહન ચોરી કરતી ગેંગને ઝડપ્યા બાદ દક્ષિણ પોલોસે પણ ચોરીના આઠ બાઇકો સાથે બે ઈસમોને ઝડપી પાડયા છે.

જિલ્લા પોલીસ વડા અને શહેર દક્ષિણ પી. આઇ. બી. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઈ. ટી. એચ. પરમાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજમંદિર ચાર રસ્તા પાસેથી એક શંકાસ્પદ હોન્ડા સાઇન નંબર પ્લેટ વગરના બાઇક સાથે બે ઇસમો ઝડપાયા હતા. જેઓની પુછપરછ કરતા તેઓએ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ ૦૮ (આઠ) બાઇક ચોરી કરી ગોલગામ તા-વાવ જી. બનાસકાંઠા મુકામે સહ આરોપીના ખેતરમાં આવેલ ઘરે સંતાડી રાખેલ. જે બાઇક સી. આર. પી. સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ અને પકડેલ ઇસમોને સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી મુજબ તા-૧૮/૦૯/૨૦૨૦ ના રોજ અટક કરવામાં આવેલ. જેમની વધુ પૂછપરછમાં અન્ય બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.