ડીસાના કંસારી ગામના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના કંસારી ગામે છેલ્લા દોઢ માસથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા પડ્યા રહેતા અનેક ખેડૂતો પ્રભાવિત થયા છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાના અંતિમ ચરણ માં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતો પાયમાલ થયા છે સતત વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા સમગ્ર પાક નષ્ટ પામ્યો છે. એક તરફ પાણીના અભાવે ચાલુ વર્ષે સીપુ ડેમ ખાલી પડ્યો છે. જેને લઈને આગામી દિવસોમાં ખેતીને વ્યાપક અસર થવાની શકયતા છે તો બીજી તરફ કંસારી ગામે પ્રજાપતિ નગર વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી વરસાદી પાણી નદી બની વહી રહ્યા હોય તેવી સ્થિતિ
સર્જાઇ છે.
જેમાં મોટાભાગના ખેતરોમાં વરસાદી પાણી હજુ સુધી ભરાયેલા પડ્યા છે. જેના લીધે ચોમાસુ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને પાણીના કારણે ખેતરોનું ધોવાણ પણ થયેલ છે. પાણીના ભરાવાના કારણે સ્થાનિક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેને લઈ સ્થાનિક રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલ છે. કંસારી સીમના સેંકડો ખેડૂતો ને પાણીએ પાયમાલ કર્યા છે ત્યારે આ મામલે ડીસા ના. કલેકટર, મામલતદાર તાલૂકા વિકાસ અધિકારી સાથે સ્થાનિક પદાધિકારીઓ સહિત અનેક અધિકારીઓ આ બાબતથી વિદિત છે. ત્યારે ખેડૂતોની હાલાકી નિવારવા સરકાર યોગ્ય સહાય કરે તેવી સ્થાનિક ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.