થરાદ પોલીસે ખોડા પોસ્ટ પરથી શંકાસ્પદ ટેન્કર ઝડપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : પ્રાપ્ય માહિતી મુજબ થરાદ સાંચોર હાઇવે પરની એક હોટલ પર બાયોડીઝલ પંપ સાથેનું એક ટેંકર પડ્યું હતું. જે કોઇ પેટ્રોલપંપમાં ભેળસેળ કરવાની આશંકાએ ઉભું રહેલ હોવાની શંકા જતાં સરહદી પંથકના એક અગ્રણી અને પેટ્રોલપંપના માલિકે આ અંગે થરાદ ઇંચાર્જ મામલતદારને જાણ કરી હતી. આથી મામલતદારે થરાદના પોલીસને જાણ કરતાં પોલીસે પણ ઉપરોક્ત ટેંકર અંગે હકીકત મળી છે અને તેની નાકાબંધી ચાલુ છે. જે પકડાઇ ગયેથી તમને જાણ કરીશું તેમ જણાવ્યું હતું.

આથી રાત્રિના આશરે નવેક વાગ્યા સુધી રાહ જોયા બાદ ઇ.મામલતદાર પોતાના ઘરે ગયા હતા. તેમજ તેમણે આ અંગે નાયબકલેક્ટર અને જીલ્લા પુરવઠાઅધિકારીને પણ જાણ કરતાં તેમના તરફથી મળેલી સુચના મુજબ તેમાંથી નિયમ પ્રમાણે સેંપલ લઇને ટેન્કરને સીલ અને જથ્થો સિઝ કરવાની કામગીરી થતી હોઇ તેની પણ તૈયારીઓ હાથ ધરી હતી.

બીજી બાજુ પોલીસ દ્વારા બીજે દિવસે સાંજે ચારેક વાગ્યે આ અંગે ઇં.મામલતદારને રિપોર્ટ કરવામાં આવતાં તેઓ તમામ તૈયારીઓ સાથે સ્ટાફને લઇને પોલીસ પંચનામું મથક પહોંચ્યા હતા. જ્યાં સેંપલ લેવા માટે ઢાંકણાં ખોલવા માટે જણાવતાં ટેન્કરના ચાલકે તે ખાલી હોવાનું જણાવ્યું હતું. આથી તેઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. જો કે સંતોષ ન થતાં ખુદ મામલતદાર ટેંકર પર ચડીને તપાસ કરતાં અને ખખડાવીને જોતાં ખરેખર ખાલી નિકળ્યું હતું. આથી પોલીસની ઉપસ્થિતીમાં તેમણે ચાલકનો જવાબ લઇને કામગીરીના

પોલીસે તમામની સામે વીસ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ વગરના બાઈક ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવતાં વાહનચાલકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી. થરાદ પોલીસે આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.