સોનામાં તેજી માટે 54000 જ્યારે ચાંદીએ 67000ની સપાટી કુદાવવી જરૂરી, રૂપિયો 72.80 થવા સંભાવના

Business
Business

સોના-ચાંદીમાં બે તરફી ચાલ જોવા મળી રહી છે. તેજી માટે સોનાએ સ્થાનિક બજારમાં 54000 અને ચાંદીએ 67000ની સપાટી કુદાવવી આવશ્યક છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાપ્તાહિક ધોરણે 1970 ડોલરની સપાટી કુદાવવામાં સફળ રહ્યું નથી જેના કારણે આગામી સપ્તાહે સોનું નીચામાં 1930 અને ઉપરમાં 1990 ડોલર સુધી જઇ શકે છે. જ્યારે ચાંદી 27.70 ડોલરની સપાટી કુદાવે તો જ ઉપરમાં 28.70-29 ડોલર સુધી જઇ શકે. ક્રૂડ ઉત્પાદક મથકો પર વાવાઝોડાના કારણે ઉત્પાદન કાપના ભયે ઝડપી તેજી જોવા મળી છે. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો મજૂબત બની 72.80 સુધી જઇ શકે.

દેશમાં ચાલુ વર્ષે રેકોર્ડ વાવેતર સાથે ભારે વરસાદના કારણે પાકને નુકસાની પહોંચી છે. તલ-કપાસ તથા અમુક તેલીબિયાં પાકોના ઉત્પાદન અંદાજો કરતા નીચા રહેશે જ્યારે એરંડાના વાવેતરમાં 15 ટકાથી વધુના ઘટાડાની અસરે ભાવમાં મજબૂતીના સંકેતો મળી રહ્યાં છે. કપાસની નવી સિઝન લેઇટ થવા સાથે ભાવ ખુલતી સિઝને ઉંચા રહે તેવું જાણકારોનું કહેવું છે. 2020-21નું વર્ષ એગ્રી કોમોડિટી માટે તેજીમય બની રહે તેવા સંકેતો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.