ડીસામાં નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર દબાણ દૂર કરાયા : પાલિકાની કાર્યવાહીથી દબાણદારોમાં ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દ્વારા એક પછી એક શહેરીજનોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે સ્વચ્છતા અભિયાન રખડતા ઢોરો પકડવાનું અભિયાન ની સાથે સાથે હવે શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે નતરરૂપ દબાણો હટાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં શુક્રવારે શહેરની મુખ્ય બજારોમાં નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ સંગીતાબેન પ્રકાશભાઈ દવે દ્વારા પ્રમુખ પદ સંભાળ્યા બાદ એક પછી એક શહેરીજનોની સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે શહેરમાં રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ હતો જેને પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ ઉપરાંત શહેરને સ્વચ્છ બનાવવા માટે મહા સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શુક્રવારે નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા શહેરના બગીચા સર્કલ ફુવારા સર્કલ ગાંધીજીની પ્રતિમા ગાંધી ચોક લેખરાજ ચાર રસ્તા જુના બસ સ્ટેન્ડ રોડ પશુ બજાર સહિતના મુખ્ય માર્ગો ઉપર નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા રોડ ઉપર દબાણ કરીને મુકેલા દુકાનના બોર્ડ ટેબલો કેબીનો સહિત ના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને લોકોને દબાણ હોય તો જાતે જ દૂર કરવાની સૂચના આપવાની સાથે દબાણો ન કરવાની પણ કડક સૂચના આપવામાં આવી હતી પાલિકાની આ કાર્યવાહીથી દબાણદારોમાં દોડધામ મચી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.