રાજ્યમાં કોરોના વાયરસનાં વધુ ૧૪૩૨ કેસ નોંધાયા, અત્યાર સુધીમાં ૩૩૦૫ લોકોના મૃત્યુ થયા,૧૦૨૫૭૧ લોકો ડિસ્ચાર્જ થયા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં ૧૪૩૨ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ ૧૪૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦૨૫૭૧ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૧૪૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૪૫.૧૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩૭,૩૯,૭૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૪૩૨ કેસ નોંધાયેલા છે. આજ રોજ ૧૪૭૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૦૨,૫૭૧ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૪.૧૨% ટકા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૬,૦૮,૮૫૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૬,૦૮,૪૩૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૪૨૦ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૬૦૫૪ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૯૭ છે. જ્યારે ૧૫૯૫૭ લોકો સ્ટેબલ છે. ૧૦૨૫૭૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૩૩૦૫ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૬ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી સુરત ૪, અમદાવાદ કોર્પોરેશન ૩, અમરેલી ૧, ભાવનગર ૧, ભાવનગર કોર્પોરેશન ૧, ગાંધીનગર કોર્પોરેશન ૧, કચ્છ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત કોર્પોરેશન ૧, વડોદરા ૧ અને વડોદરા કોર્પોરેશન ૧ સહિત કુલ ૧૬ લોકોનાં આજના દિવસમાં મોત નિપજ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.