ડીસામાં દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇક સાથે 2 ઇસમો ઝડપ્યા

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે ડીસા દક્ષિણ પોલીસે ચોરીના આઠ બાઇકો સાથે બે ઇસમોને ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. ડીસા દક્ષિણ પોલીસના પીએસઆઇ સહિતનો સ્ટાફ રાજમંદીર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ બાઇક આવતાં ચાલક સહિતનાની પુછપરછ કરતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જેમાં બાઇક ચોરીનું હોવાનું અને તપાસ દરમ્યાન પોલીસે કુલ આઠ ચોરાયેલા બાઇકો ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે.

બનાસકાંઠા જીલ્લાના દક્ષિણ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બે બાઇકચોરોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યુ છે. ડીસા શહેર દક્ષિણ પોલીસના પીઆઇની સુચનાથી પીએસઆઇ સહિતનો સ્ટાફ રાજમંદિર ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ હોન્ડા સાઇન મો.સા નંબર પ્લેટ વગરના સાથે બે ઇસમો પકડાઇ જતા જેઓની પુછપરછ કરતા તેઓ અલગ અલગ સમયે અલગ અલગ સ્થળેથી કુલ 08 (આઠ) મોટર સાઇકલો ચોરી કરી ગોલગામ તા-વાવ જી.બનાસકાંઠા મુકામે હોવાનું કબુલ્યુ હતુ.

ડીસા દક્ષિણ પોલીસે ચોરીના આરોપીના ખેતરમાં આવેલ ઘરે સંતાડી રાખેલ હોઇ જે મો.સા સી.આર.પી.સી કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ અને પકડેલ ઇસમોને સી.આર.પી.સી કલમ 41(1) ડી મુજબ અટકાયત કરી હતી. આ તરફ પોલીસે અલગ-અલગ કંપનીના કુલ ચોરીના આઠ બાઇકો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.