મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રના લેખાજોખા

મહેસાણા
મહેસાણા

માનવ જીવન એ સામાજિક રીતભાત અને પરંપરાઓ સાથે જોડાયેલું રહ્યું છે. પહેલાના સમય કરતા હાલના સમયમાં સામાજિક જીવન અને રીતભાતોમાં કેટલાક બદલાવ સર્જાયા છે. ત્યારે ઘરેલુ હિંસા અને મહિલાઓ સહિતના નિર્દોષ લોકો સાથે બનતા અણબનાવોને લઈ તેમને સામાજિક અને કાયદાકીય રીતે ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર પોલીસ સ્ટેશન બેઇઝ સ્પોર્ટ એન્ટર એટલે કે મહિલા સહાયતા કેન્દ્રોની સેવા શરૂ કરવામાં આવેલી છે. મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રની ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 1400થી વધુ પીડિત લોકોની સમસ્યાના કિસ્સાઓમાં મોટા ભાગના લોકોનું કાઉન્સિલિંગ કરી સમાધાન કરી ન્યાય અપાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં મદદ માંગતા અરજદારોના વાર્ષિક 200 કિસ્સાઓમાં નશામાં થતી હિંસાનું પ્રમાણ વધુ રહ્યું છે. જ્યારે બાળલગ્નના સંબંધોના કિસ્સાઓમાં ઘટાડો નોંધાયો છે. મહિલા સહાયતા કેન્દ્રની ટીમ દ્વારા બાળકો, સગીરા, પરિણીતા કે વૃદ્ધ અને નિર્દોષ લાચાર વ્યક્તિના જીવનમાં આવેલી વિવિધ સમસ્યાઓ પર કાઉન્સિલિંગ સહિતની જરૂરી કાર્યવાહી કરી તેમને મદદરૂપ પુરી પાડવામાં આવે છે.અહીં આવતા અરજદારોને કાયદાકીય સમજ સાથે સરકારની વિવિધ યોજનાઓની સમજ પણ આપવામાં આવે છે. જેથી કોઈ અરજદાર પોતાના કે પોતાના પરિવારના સભ્યો અને બાળકોના ભવિષ્ય માટે સરકારી યોજનાઓનો લાભ લઇ સક્ષમતા સાથે પોતાનું જીવન જીવી શકે. આમ મહેસાણા મહિલા સહાયતા કેન્દ્ર લાચાર અને પીડિત વ્યક્તિઓ માટે સામાજિક અને કાયદાકીય રીતે મદદરૂપ બનતા જિલ્લાના અનેક પરિવારો વિખરતા બચાવી શકાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.