સુરત હીરા ઉધોગપતિની દીકરી 7 ડિસેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે
સુરતમાં હીરા ઉધોગપતિ જયેશ મહેતાની દીકરી સીમોની મહેતાએ પોતાની લક્ઝુરિયસ લાઈફ છોડી સંયમના માર્ગે પ્રણામ કરશે. હીરા ઉદ્યોગપતિની 27 વર્ષની દીકરી લક્ઝુરિયસ જીવન ત્યજી દિક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે.
7 ડિસેમ્બરનાં રોજ સિમોની મહેતા દિક્ષા ગ્રહણ કરશે. આજે દીક્ષા ગ્રહણ કરનાર સીમોની મહેતાની ભવ્ય વરસીદાન યાત્રા નીકળી હતી. બેન્ડબાજા સાથે આ વરસીદાન યાત્રા નીકળી હતી જેમાં તેના પરિવારના લોકો અને સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે સીમોની મહેતા દિક્ષા ગ્રહણ કરશે ત્યારે મોટી સંખ્યામાં સમાજનાં લોકો એકત્ર થશે.