ત્રણ રાજ્યમાં ભાજપની મોટી જીત, કાર્યકરોએ મનાવ્યો જીતનો જશ્ન

ગુજરાત
ગુજરાત

ભારતમાં ત્રણ રાજ્યમાં ભાજપની મોટી જીત થઇ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત થઇ છે. ભાજપની મોટી જીત થતાં ગુજરાતમાં ભાજપનાં કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો છે. ભાજપનાં કાર્યકરોએ ઠેર ઠેર મીઠાઈ ખવડાવી એકબીજાનું મોઢું મીઠું કરાવી અને ફટાકડાં ફોડીને જીતની ઉજવણી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદનાં ખાનપુર ભાજપ કાર્યાલયે પહોંચી ભાજપનાં નેતાઓને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી. તે સાથે જ ખાનપુરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપ મહિલા કાર્યકરોએ ગરબા રમીને જીતની ઉજવણી કરી હતી. તેલંગણામાં કોંગ્રેસની જીત થઇ છે, બાકીનાં ત્રણ રાજ્યમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની મોટી જીતથી ભાજપનાં કાર્યકરો ઉત્સાહમાં આવી ગયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.