હિંમતનગર રેલવે સ્ટેશન પર હેરાન થતા વૃદ્ધ દંપતીને પરિવારજન સાથે મિલન કરાવવા સામાજિક આગેવાનોની મદદથી કામગીરી હાથ ધરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રેલવે સ્ટેશન પર આજે બપોરે અસારવાથી ચિતોડગઢ ડેમુ 35 મિનીટ લેટ આવતા મુસાફરોને એક કલાક સ્ટેશન પર રાહ જોવી પડી હતી. દરમિયાન રેલવે સ્ટેશન પર ચિતોડગઢ ડેમુમાં બેસવા આવેલા દિવ્યાંગ વૃદ્ધ દંપતીને તેમના પરિવાર સાથે મિલન કરાવવા માટે GRP પોલીસ દ્વારા સામાજિક આગેવાનોની મદદ લઈને સરાહનીય કામગીરી કરી હતી.આ અંગેની વિગતે એવી છે કે, અસારવાથી ચિતોડગઢ ડેમુ હિંમતનગર રેલવે સ્ટેશન પર રોજ બપોરના 12.18 વાગે આવે છે અને 12.20 ચિતોડગઢ જવા રવાના થાય છે. જેને લઈને રવિવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરો સમયસર ડેમુ બેસવા માટે પ્લેટફોર્મ પર આવીને બેસ્યા હતા. પરતું અસારવાથી મેન્ટેનસમાં ગયેલા 8 કોચ વાળી ડેમુ અસારવાથી મોડી ઉપડી હતી. જેને લઈને હિંમતનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મની ઘડિયાળના સમય મુજબ 12.51 કલાકે આવી હતી. 12.53 કલાકે ચિતોડગઢ જવા રવાના થઇ હતી. 35 મિનીટ ડેમુ લેટ આવવાને લઈને ચિતોડગઢ જવા આવેલા મુસાફરોએ એક કલાકથી વધુ સમય પ્લેટફોર્મ પર બેસવું પડ્યું હતું.


હિંમતનગર રેલવે સ્ટેશન પર GRP જવાનો સમયસર આવી ગયા હતા. ત્યારે એક દિવ્યાંગ વૃદ્ધ દંપતી ડેમુ બેસવા આવેલું જે તેમના ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ તેમની પૂછપરછ કરી હતી. જેને લઈને મહેસાણાના બાજુના સાલડી ગામના હોવાને નિસહાય હોવાને લઈને હિંમતનગરના સામાજિક આગેવાનોને GRPના વિજયભાઈ દેસાઈએ જાણ કરી હતી.જેને લઈને સામાજિક આગેવાનો હિંમતનગર રેલવે સ્ટેશન પર આવી પહોચ્યા હતા. ત્યાર બાદ તેમના પરિવારજનોની ભાળ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. GRPના વિજયભાઈ દેસાઈ, અરવિંદભાઈ, રાધાવેન, શર્મિષ્ઠાબેન સહિત પોલીસ કર્મીઓએ વૃદ્ધ દંપતીને બપોરનું ભોજન કરાવ્યા બાદ યોગ્ય વ્યવસ્થા માટેની GRP સરાહનીય કામગીરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.