ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત થતા પાટણ ભાજપે ફટાકડા ફોડી જીતને વધાવી

પાટણ
પાટણ

દેશના 3 રાજ્યોમાં ભાજપની જીત બાદ આજે દેશભરમાં ઠેર-ઠેર ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા ઉજવણી થઈ રહી છે. અનેક સ્થળોએ કાર્યકરોએ એકત્ર થઈને એકબીજાને મીઠાઈ ખવડાવીને ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરી હતી. ત્યારે પાટણ શહેરના બગવાડા ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભાના પરિણામો જાહેર થતાં આજે મોદીનો જાદુ ચાલ્યો છે. જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયઉત્સવ મનાવી રહ્યા છે.ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ભાજપ પ્રદેશ ઉપાધ્યાક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી નગરપાલિકાના પ્રમુખ હીરલબેન પરમાર સહીતના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને શહેરના બગવાડા દરવાજા ખાતે ભવ્ય આતશબાજી કરી હતી અને જય શ્રી રામ ભારત માતા કી જય,વંદે માતરમ ના નારા લગાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.