ચુંટણી પરિણામ: તેલંગાણામાં કોંગ્રેસની મજબુત પકડ
આજે ચાર રાજ્યોની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ચુકી છે. તેલંગાણામાં 119 સીટો માટે મતગણતરી હાથ ધરાઈ છે. તેલંગાણામાં કોંગ્રેસની મજબુત પકડ દેખાઈ રહી છે. તેલંગાણાની 119 સીટોમાંથી 100 સીટોના પરિણામો જાહેર થઈ ચુક્યા છે. જેમાં કોંગ્રેસ તેની મજબુત પકડ સાથે 58 સીટો પર આગળ ચાલી રહી છે. BRS 33 સીટો સાથે આગળ ચાલી રહી છે. ભાજપના 5 સીટો પર આગળ, જ્યારે MIMએ પોતાનું ખાતુ ખોલી 4 સીટો પર આગળ ચાલી રહી છે.