બનાસકાંઠામાં દિયોદર પોલીસે દસ લાખનો નસીલી સિરપનો મુદ્દામાલ પકડી પડ્યો
રાજ્યમાં નસીલી સિરપનો કોભાંડ સામે આવ્યો છે. પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી નસીલી સીરપ જપ્ત કરવામાં આવી રહી છે. એ સાથે બનાસકાંઠાનાં દિયોદરમાં પણ નસીલી સીરપ પકડાઈ છે. દિયોદર પોલીસ દ્વારા 6,870 બોટલો સહિત 179 બોક્સ કબજે કરાયા છે. દિયોદરમાંથી ગેરકાયેદસર વેચાતી નસીલી સીરપનો મોટાં પ્રમાણમાં જથ્થો પકડી પડ્યો છે.
દિયોદર પોલીસ દ્વારા 50 થી વધારે દુકાનો, પાર્લર, હોટલો પર જઈને દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન દિયોદર પોલીસને નસીલી સીરપનો જથ્થો મળી આવ્યો હતો. દિયોદર પોલીસ પોતાની તપાસમાં હોટલો અને આયુર્વેદિક દવાખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ, આ કાર્યવાહીમાં 6870 બોટલો સહિત 179 બોક્સને જપ્ત કરવામાં આવ્યા છે.
Tags banasakantha Rakhewal