મહેસાણા જિલ્લામાં પોલીસે 210 જગ્યા પર પાર્લરો અને મેડીકલમાં તપાસ કરી
નડિયાદ તાલુકાના બીલોદરા ગામે અને મહુધા તાલુકાના બગડું ગામે કુલ પાંચ લોકોના ભેદી મોત નું કારણ જાણવા પોલીસ અને આરોગ્યવિભાગ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવતા ત્યાંથી સીરપ ની ખાલી બોલતો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.ત્યારે આજે મહેસાણા જિલ્લા પોલીસ પર પોતાની ઊંઘ ઉડાડી ઘણા સમય બાદ પોતાના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી આયુર્વેદિક સીરપ નો જથ્થો ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં આયુર્વદિક સિરપોનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર થતા પાર્લર ઉપર પોલીસ ચેકિંગ કર્યા હતા.પોલીસ દ્વારા જિલ્લામાં આજે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં જિલ્લામાં કુલ 210 જગ્યા પર પાર્લરો ચેક કરવામાં આવ્યા હતા.જે પૈકી 6 જગ્યાઓ પર એલસીબી દ્વારા ઊંઝા પોલીસમા તેમજ એસ.ઓ.જી દ્વારા મહેસાણા સહેર બી ડિવિઝન થતા એ ડિવિઝન,કડી,લાઘણજ,સાંથલ પોલીસ હડના વિસ્તારમાં તપાસ કરી આયુર્વેદિક સીરપોનું વેચાણ કરતા પાર્લરો નું ચેકિંગ કરી અલગ અલગ કંપનીની બનાવટી આયુર્વેદિક સીરપોનું કુલ 2633 બોટલ કિંમત 3,92,188 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.